College - International Yoga Day 2024
૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે GMERS Medical College અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ફિઝીયોલોજી વિભાગ અને માનસિક રોગ વિભાગ દ્વારા ૪ દિવસીય યોગ શિબિરના ભાગરૂપે આજના છેલ્લા અને ૧૦ માં વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન, ૨૦૨૪ના રોજ કોલેજના ડીન, ડીપાર્ટમેન્ટ હેડ, ફેકલ્ટીઝ, એડમીનીસ્ટ્રેશન સ્ટાફ, મેડીકલ વિદ્યાર્થીઓ તથા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, એડમીનીસ્ટ્રેશન સ્ટાફ અને મદદનીશ સ્ટાફને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને યોગાભ્યાસથી શારિરીક અને માનસિક લાભ થાય છે તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. આજના કાર્યક્રમની ઉજવણીમાં ૧૫૦ યોગ સાધકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશભાઇ પટેલે સૌ સાધકોને યોગાભ્યાસ કરાવ્યો હતો અને ખુબ જ સરળ ભાષામાં યોગના અલગ અલગ વિષયોની સંક્ષિપ્તમાં જાણકારી આપી હતી. યોગ કોચ અલ્પેશભાઇ પટેલ ની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેઈનર બહેન શ્રીમતી અંજનાબેન પટેલે પણ કાર્યક્રમમાં જોડાયેલા સૌ યોગ સાધકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે GMERS Medical College ના ડીન શ્રી ડો. પ્રકાશભાઇ મહેતા સાહેબ, ફાર્માકોલોજી ડીપાર્ટમેન્ટ ના HOD અને MEU કોઓર્ડીનેટર શ્રી ડો. મુકેશભાઇ વોરા, ફીજીયોલોજી ડીપાર્ટમેન્ટ ના HOD શ્રીમતી ડો. લતાબેન ગપ્તા, પેથોલોજી ડીપાર્ટમેન્ટના HOD હેડ ડો. જીગ્નાશાબેન ભાલોડીયા એ યોગ વિષય પર તેમનુ મંતવ્ય જણાવ્યુ હતુ અને તેમના જીવનમાં યોગાભ્યાસથી બદલાવ આવ્યો હતો તે વિશે સૌ સાધકોને જાણકારી આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશભાઇ પટેલે તેમના વક્તવ્યમાં સંક્ષિપ્તમાં અષ્ટાંગ યોગ વિશે સમજાવ્યું હતું અને ત્રણ શબ્દોમાં યોગની પરિભાષા સમજાવી હતી, જેમાં શ્રી અલ્પેશભાઇ એ કહ્યું હતું કે " સરળ, સહજ અને નિર્મળ બનવું તેને જ યોગ કહેવાય". કાર્યક્રમના અંતે ૪ દિવસીય યોગ શિબિરના આયોજન માટે કોલેજ અને હોસ્પિટલ સ્ટાફે સહકાર આપ્યો હતો તે સૌને કોલેજના ડીન શ્રી ડો. પ્રકાશભાઇ મહેતા સાહેબ અને ઉપસ્થીત વિવિધ ડીપાર્ટમેન્ટના HODs ના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું એન્કરીગ ડો. દીપ્તિબેન જૈન દ્વારા ખુબજ સરળ અને સહજ રીતે કર્યું હતું અને કાર્યક્રમને ખૂબજ સરસ રીતે શોભાવવા નો પ્રયત્ન કર્યો હતો. અંતમાં ડો. વનિતાબેન પંચાલે કાર્યક્રમમા ઉપસ્થિત સૌની આભારવીધી કરીને કાર્યક્રમ પૂર્ણ થયેલ જાહેર કર્યો હતો.